ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે પ્રતિનિયુક્તિ પર જતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ હાલ CID ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને સોંપવામાં આવ્યો છે. DivyaBhaskarએ ફરી એકવાર અગ્રેસર રહીને અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ આશિષ ભાટિયા જ સંભાળશે તેવું જણાવ્યું હતું. એકે સિંઘ આજે અમદાવાદ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સાંજે છોડશે.
એકે સિંઘ એક વર્ષ માટે NSGના ડીજી
અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.