તેજ બહાદુરની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણી 2019 વારાણસી લોકસભા સીટથી ગઠબંધન ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નોમિનેશન કેન્સલ થયું હતું, જેને કારણે તેમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેજ બહાદુરની અરજી પર બુધવારે સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે તેજ બહાદુરની અરજી પર ચૂંટણી પંચ પાસે કાલે (9 એપ્રિલ) સુધીમાં જવાબ માંગ્યો છે. સમાજવાદી પાર્ટીએ પીએમ મોદી વિરુદ્ધ તેજ બહાદુરને વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે 1 મેં દરમિયાન તેજ બહાદુર યાદવનું નોમિનેશન રદ કર્યું હતું. જેના પર તેજ બહાદુર યાદવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે તેમનું નોમિનેશન ષડયંત્ર હેઠળ કેન્સલ કરવામાં આવ્યું.

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ પૂર્વ બીએસએફ જવાન તેજ બહાદૂરે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેજ બહાદૂર તરફથી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આ કેસમાં કોર્ટ સામે દલીલ કરશે. તમને જણાવી દઈએ કે તેજ બહાદૂર પર માહિતી છૂપાવવાના આરોપમાં કાર્યવાહી કરીને ચૂંટણી અધિકારીએ તેમનુ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધુ છે.