શ્રાવણ માસ એટલે એવો પાવન માસ કે જેમાં ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને આ જ માસમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ જન્મ લીધો હતો. આ અત્યંત પાવન શ્રાવણ માસમાં જ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સૃથાને રાખીને સંગીત, ચિત્ર અને સાહિત્યના અનોખા કાર્યક્રમ ‘રાજાિધરાજ’નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દ્વારકા મંદિર વ્યવસૃથાપન સમિતિના ઉપાધ્યક્ષ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગૂ્રપ પ્રેસિટેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન-પહેલ હેઠળ તૈયાર કરવામાં આવેલા ‘રાજાિધરાજ’ કોફી ટેબલ બૂક, દ્વારકાધીશના ભજનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અનંત અંબાણી, રિલાયન્સના સિનીયર ગૂ્રપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી સહિતના મહાનુભાવો ઉપસિૃથત રહ્યા હતા.
‘રાજાિધરાજ’ કોફી ટેબલ બૂકના વિમોચન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘આજે માનવી જ્યારે ત્રસ્ત અને વ્યસ્ત છે ત્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી જીવન જીવવાની નિરંતર પ્રેરણા મળે છે.કૃષ્ણ ્યાંય નથી છતાં બધે જ છે તેવી ફિલસૂફી કૃષ્ણની સાર્વત્રિક્તા દર્શાવે છે. જીવનની વિકટ સિૃથતિઓમાં દ્વિધા અનુભવો ત્યારે ભગવાન કૃષ્ણનું જીવનચરિત્ર નવી દિશા આપે છે. આજના માનવી પાસે ભગવાન કૃષ્ણ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. આજના માનવીને વિષમ સિૃથતિમાંથી ભગવાન કૃષ્ણ જ ઉભા કરી શકે તેમ છે.
હું રાઇટ જોબ એટ રાઇટ ટાઇમમાં માનું છું અને ધનરાજ ભાઇ નથવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કોફી ટેબલ બૂક તેનું સર્વોત્તમ ઉદાહરણ છે.ધનરાજભાઇ નથવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ કોફી ટેબલ બૂક અને દ્વારકાધીશનું આલ્બમ આવનારી પેઢી માટે પણ સોગાદ સમાન છે. ‘ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં આવનારા સમયમાં વિકાસના વધુ નવા કાર્યો હાથ ધરાશે તેમ જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે, ‘હું ક્યાંય પણ જાઉં તો લોકો મને એમ ચોક્કસ કહે છે કે તમારા ગુજરાતમાં મારે એકવાર તો દ્વારકા અને સોમનાથમાં દર્શન માટે આવવું જ છે.
આસૃથાના કેન્દ્ર દ્વારકામાં યાત્રાળુઓ માટે વધુ સારી સુવિધા કઇ રીતે પૂરી પાડી શકાય તેના માટે રાજ્ય સરકારના પ્રયાસો જારી જ છે. જેના ભાગરૂપે રૂપિયા 800 કરોડના ખર્ચે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા કેબલ બ્રિજના નિર્માણનું કાર્ય આગળ ધપી રહ્યું છે. દક્ષિણમાં ડૂબેલે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી અને અન્ય સુવિધા વિકસાવવા માટે અમારા પૂરા પ્રયાસો છે. આવનારા સમયમાં દ્વારકાનું મંદિર વધારે ભવ્ય બનાવવામાં આવશે.
આજે જ મારી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત ટૂરિઝમ સાથે મીટિંગ થઇ હતી. જેમાં પાવાગઢથી માંડી ગીરનાર સુધીના ગુજરાતના તીર્થસૃથાનોનો વિકાસ થાય અને તેમાં યાત્રિકોને કોઇ જ અગવડ પડે નહીં તેના માટે ચર્ચા કરવામાં આવી હતી. આ તીર્થસૃથાનોનો વિકાસ થાય અને તેના પુનરોથૃથાન દ્વારા તે વિશ્વફલક પર મૂકાય તે આજના સમયની આવશ્યક્તા છે. ‘
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૂ્રપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ આ કોફી ટેબલ બૂકના વિચાર અંગે જણાવ્યું કે, ‘દ્વારકા વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે અને લોકોની શ્રદ્ધાને પોષતા વધુને વધુ દ્વારકાધીશના ભજન-દ્વારકાધીશને પ્રિય એવી પીછવાઇ લોકો સુધી પહોંચે તેવા ખ્યાલમાંથી આ પુસ્તકના સર્જનનો વિચાર આવ્યો હતો.મારા પિતા પરિમલ નથવાણીની ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અપાર શ્રદ્ધાથી પ્રેરાઇને હું પણ ભગવાન દ્વારકાધીશમાં આસૃથા ધરાવતો થયો. અત્યારસુધી ભગવાન શ્રીનાથજીના પિછવાઇ ચિત્રો તૈયાર થયા છે પરંતુ દ્વારકાધીશના પિછવાઇ ચિત્રો પ્રથમ વખત જ તૈયાર કરાયા છે. ભગવાન દ્વારકાધીશના ભજનોના આલ્બમ પણ બીજા સ્વરૂપોમાં આલ્મબ કરતાં ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ‘
દ્વારકાધીશના ભજનોના આલ્બમમાં પસંદ કરાયેલા ભજનો અને ગીતની રચના સાઇરામ દવે, મનુભાઇ રબારીએ કરી છે. જ્યારે કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, હેમાલી વ્યાસ, કિંજલ દવે, આદિત્ય ગઢવી, દલેર મહેંદી, દમયંતિ બરડાઇ જેવા સુપ્રસિદ્ધ ગાયકોએ તેને સ્વર આપ્યો છે. આજના આ પ્રસંગે પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશના પિછવાઇ ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ ચિત્રો ખ્યાતનામ પિછવાઇ કલાકાર ત્રિલોક સોની દ્વારા તૈયાર કરાયા છે.રિલાયન્સના સિનીયર ગૂ્રપ પ્રેસિડેન્ટ પરિમલભાઇ નથવાણીએ જણાવ્યું હતું કે, ‘આ કોફી ટેબલ બૂક અને દ્વારકાધીશને સમર્પિત આલ્બમ માટે મારો પુત્ર ધનરાજ છેલ્લા એક વર્ષથી કામગીરી કરી રહ્યો હતો.
તમામ મહાનુભાવો અને સ્વાસ્થ્ય સારૂં નહીં હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસિૃથત રહેવા બદલ અનંત અંબાણીનો હું આભારી છું. દ્વારકા સાથે અમારો ખૂબ જ જૂનો નાતો છે. મુકેશભાઇ અંબાણી, નીતાબેન અંબાણી દ્વારકામાં નિયમિત રીતે દર્શન માટે આવે છે. દ્વારકામાં વિકાસના નવા કાર્યો કરવા માટે અમે આતુર છીએ.’ આજના આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ, જય શાહ સહિતના લબૃધપ્રતિષ્ઠિત ઉપસિૃથત રહ્યા હતા.

