ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્નસિંહાએ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. શત્રુઘ્નસિન્હાએ કહ્યું કે જો સાચુ કહેવુ બળવાખોરી છે, તો હું બળવાખોર છું. ભાજપમાં લોકશાહી હવે સરમુખત્યાર શાહીમાં બદલી હોવાનો આક્ષેપ લગાવતા કહ્યુ કે, ભાજપમાં વરિષ્ઠોને માર્ગદર્શક મંડળમાં નાખી દેવાયા હતા. ભાજપ સાથે છેડો ફાડનારા શત્રુઘ્ન સિન્હાએ મોદી સરકારમાં લાગુ થયેલી નોટબંધી અને જીએસટી પર આકરુ નિશાન તાક્યુ હતુ. તેમણે નોટબંધીને સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. નોટબંધી સમયે સેંકડો લોકો પોતાના રૂપિયા લેવા માટે લાઈનમાં હતા. ત્યારે મોદીએ પ્રચાર માટે પોતાની માતાને પણ લાઈનમાં ઉભા રાખી દીધા હોવાનો ગંભીર આક્ષેપ શત્રુઘ્નસિન્હાએ લગાવ્યો છે.

