લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં નાંદેડમાં એક ચૂંટણી સભામાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં નામદારે માઇક્રોસ્કોપ લઇને ભારતમાં એક એવી સીટ શોધી છે, જ્યાં તેઓ મુકાબલો કરવાની શક્તિ રાખી શકે. સીટ પણ એવી જ્યાંદેશની મેજોરિટી માઇનોરિટીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યૂપીમાં અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. આ અંગે ભાજપ અને ખાસ કરીને સ્મૃતી ઇરાની સવાલો ઉઠાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ નાંદેડમાં રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ જે નવી સીટ નામદારે શોધી છે, ત્યાંની સ્થિતી છે જે સોશિયલ મીડિયા પર માહિતી મળે છે. કોંગ્રેસનો ઝંડો ક્યાં છે તે શોધવું પડી રહ્યું છે. આ સ્થિતી કોંગ્રેસની છે.
