કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

તાજેતરમાં જ કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી’ રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કંગનાએ શાનદાર એક્ટિંગ જ નહીં, પરતું ખતરનાક એક્શન પણ કરી હતી. આ ફિલ્મમાં કગંના ઘોડેસવારી પણ કરતી જોવા મળે છે અને ઘોડા પર બેસીને રણમેદાનમાં યુદ્ધ પણ કરતી જોવા મળે છે. જો કે આ ફિલ્મનાં શૂટિંગનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઇને તમે વિચારશો કે હસવુ કે પછી ફરી એકવાર ફિલ્મ જોવી! કારણ કે આ વિડીયોમાં તમે જોઇ શકો છો કે કંગનાનો ઘોડેસવારીનો સીન શૂટ થઇ રહ્યો છે જેમાં કંગના ડુલ્પિકેટ ઘોડા પર બેઠેલી જોવા મળે છે અને ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે.