જગત જમાદાર અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ફરી વાર દાદાગીરી કરતાં તુર્કીને ધમકી આપી હતી કે તે સિરીયાની બાબતમાં હદમાં રહે નહીંતર એની આૃર્થ વ્યવસૃથાને બરબાદ કરી નાંખશે. અગાઉ અમેરિકાએ તુર્કીની સરહદેથી અમેરિકી સેનાને ખસેડી લેવાની પણ જાહેરાત કરી હતી. એ નિર્ણયને યોગ્ય ઠેરવતા ટ્રમ્પે કહ્યું હતું કે તુર્કીમાં હાલમાં જે સ્થિતિ ઊભી થઇ છે તે માટે તે પોતે જ જવાબદાર છે અને તેણે પોતે જ એનો સામનો પણ કરવો પડશે.
ટ્વિટ કરીને ટ્રમ્પે કહ્યું હતું કે ‘ મેં અગાઉ પણ કહ્યું હતું અને ફરીવાર કહું છું કે જો તુર્કી એવું કંઇ કરશે જે મારી નજરમાં હદ બહાર હશે તો હું તુર્કીની આખા અર્થ વ્યવસ્થાને ખલાસ કરી દઇશ’. અગાઉ ટ્રમ્પે કુર્દોની સમસ્યા તુર્કી પોતે જ ઉકેલે એવી સલાહ તૈયબ અર્દગાનને આપી હતી.
આ વખતે તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે ‘તુર્કી, યુરોપ,સીરિયા, ઇરાન, ઇરાક, રશિયા અને કુર્દને તેમની સમસ્યાઓને પોતે જ ઉકેલવી પડશે. પોતપોતાના દેશમાંથી પકડાયેલા આઇએસના જેહાદીઓનો ન્યાય પણ પોતે જ કરે. મોટા ભાગે લડાઇ તો કબાઇલી-આદિવાસી પરિવારો વચ્ચે જ થઇ રહી છે.પરંતુ હવે અંતહિન યુધૃધમાંથી નીકળી જવાનો સમય આવી ગયો છે અને અમે અમારા સૈનિકોને પાછા બોલાવવાનો સમય પણ આવી ગયો છે.
અમે માત્ર એજ લડાઇ લડીએ છીએ જે અમારા હિતની હોય અને માત્ર જીતવા માટે જ લડીએ છીએ’ વ્હાઇટ હાઉસ દ્વારા હાલમાં જ એક નિવેદન કરી કહ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલી તૈયારીઓ હેઠળ હવે તુર્કીએ ઉત્તરી સીરિયામાં આગળ વધશે. પરંતુ આ લડાઇમાં અમેરિકાના સૈનિકો તેની સાથે નહીં હોય. ઉલ્લેખનીય છે કે તુર્કીની સરહદેથી અમેરિકી સૈનિકોને ખસેડી લેતાં ત્યાં હવે માત્ર કુર્દો જ રહી ગયા હતા. જો કે આઇએસ સામેની લડાઇમાં તેઓ અમેરિકાની સાથે જ હતા. એમ માનવામાં આવે છે કે હવે તુર્કી કુર્દો પર હુમલા કરશે અને અમેરિકા તેને રોકશે નહીં.
દરમિયાન સીરિયાની ઉત્તરીય સરહદેથી અમેરિકી સૈનિકોને ખસેડી લેવાના ટ્રમ્પના નિર્ણયનો કેટલાક લોકોએ યોગ્ય માન્યો હતો તો અન્ય કેટલાકે તેની ટીકા કરી હતી. યુએનમાં અમેરિકાની કાયમી પ્રતિનીધી નિક્કી હેલીએ પણ તેની ટીકા કરી હતી. જો કે ટ્રમ્પે એમ કહીને પોતાનો બચાવ કર્યો હતો કે અમેરિકાએ જે કરવાનું હતું તે કરી દીધું હતુમ હવે બાકી જેને કરવું હોય તે કરે.કુર્દોએ આઇએસ વિરૂધૃધની લડાઇમાં અમેરિકાની મદદ કરી હતી. પરંતુ તુર્કીએ તેમને આતંકવાદી માનીને કહ્યું હતું કે તેઓ તુર્કીમાં સક્રિય આલગતાવાદી સંગઠનોને મદદ કરે છે. આ કારણસર જ તુર્કી ગમે તેમ કરીને કુર્દોને ત્યાંથી ખસેડવા ઇચ્છે છે.