ડિસેમ્બરમાં બેરોજગારીના દરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (CMIE) એ આ જાણકારી આપી છે.
- શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો
- શહેરોમાં બેરોજગારીનો દર ગ્રામ વિસ્તારોની તુલનામાં વધારે
- ભારતમાં 3-3.50 ટકાથી વધારે બેરોજગારી દરને ખુબજ ઉંચો દર ગણાય છે : CMIE પ્રમુખ
સીએમઆઇઇના મુખ્ય કાર્યકારી અધિકારી (CMIE CEO) મહેશ વ્યાસે ફોરચ્યૂન ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે ડિસેમ્બર 2019માં બેરોજગારીનો દર 9 ટકા હતો. જાન્યુઆરીમાં એક વાર ફરી તે વધી ગયો છે. તેઓએ કહ્યું કે આ પહેલા ઉચ્ચત્તમ શહેરી બેરોજગારી (Urban Unemployment) 9.71 ટકા હતો, જે ઓગસ્ટ 2019માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
તેઓએ કહ્યું કે સરેરાશ માસિક બેરોજગારી દર 7.4 ટકા હતો. હાલમાં જ મહીનાઓમાં માસિક બેરોજગારી વૃદ્ધિ દર 7.5 ટકાની આસપાસ રહ્યો છે. પરંતુ શહેરોમાં આ વધારે ઝડપથી વધ્યો છે.
સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (CMIE)નું કહેવું છે કે શહેરોમાં રોજગારનું સ્તર ગ્રામ વિસ્તારના સ્તરથી ઉપર છે પરંતુ વધુ સારી નોકરીઓ શહેરોમાં મળે છે. જોકે, શહેરોમાં બેરોજગારીનો દર પણ ગ્રામ વિસ્તારોની તુલનામાં વધારે છે. અને આ ઘણો વધારે છે.
સીએમઆઇઇ પ્રમખ વ્યાસે કહ્યું કે વર્ષ 2019માં બેરોજગારીનો દર બે વાર 8 ટકા સુધી પહોંચી ગયો. તેઓએ કહ્યું કે ભારતમાં 3-3.50 ટકાથી વધારે બેરોજગારી દરને ખુબજ ઉંચો દર માનવામાં આવે છે.
રેકોર્ડ બેરોજગારી
બેરોજગારી દર 2017-18માં 6 ટકા, 2018-19માં 7 ટકાથી ઉપર રહ્યો અને ત્ચારબાદના વર્ષ એટલે કે 2019-2020માં અત્યાર સુધીમાં 7.5 ટકા પર આવીને રોકાઇ ગયો. આ ખુબજ ઉંચો બેરોજગારી દર છે.

