નાણાકીય વર્ષ 2019-20 ખતમ થવામાં હવે બે મહિનાથી ઓછો સમય બાકી છે. આ એ સમય છે જ્યારે તમારે કંપનીને તમારી આખા વર્ષની કમાણીનો હિસાબ જણાવવો પડશે. આ જ કારણથી કંપનીઓ તેમના કર્મચારીઓ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન માંગે છે. જેના માટે કંપની ડેડલાઈન આપે છે. જેથી આ ડેડલાઈન સુધી કર્મચારીઓએ ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન એટલે કે ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા પડે છે.
- નાણાકીય વર્ષ 2019-20 ખતમ થવામાં હવે બે મહિના બાકી
- આવકવેરા રિટર્ન ભરવામાં આ બાબતનું રાખો ધ્યાન
- સેલરી કપાઈ જાય તો આ રીતે મેળવો પાછી
જો તમે ડેડલાઈન પર રોકાણના પુરાવા આપ્યા નથી તો તમારા પગારમાંથી કપાત થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે, જે લોકો ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન આપવાનું ચૂકી જાય તો તેમની પાસે કયો વિકલ્પ રહે છે એ જાણીએ.
કપાઈ શકે છે તમારી સેલરી
જો તમારી ઈન્કમ ટેક્સેબલ છે અને રોકાણના કોઈ પુરાવા નથી તો માનીને ચાલજો કે આવતા મહિને તમારી સેલરી કપાઈને આવશે. હકીકતમાં આવકવેરા કાયદા 1961ની કલમ 192 હેઠળ, તમારી કંપની સોર્સ (ટીડીએસ) ડિડક્ટ કરવાની જવાબદારી તમારી કંપનીની છે.

