પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના લઘુમતી કટ્ટરતાના નિવેદનને લઈને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યુ કે બંગાળમાં BJP 18 લોકસભા બેઠક કેવી રીતે જીતી? તેમણે ટ્વીટ કરતા મમતાને જવાબ આપ્યો અને કહ્યુ કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ના હોવા પર પ્રશ્ન ઉઠાવવા ધાર્મિક કટ્ટરતા નથી.
ઓવૈસીએ ટ્વીટ કરી કે એવુ કહેવુ કે બંગાળના મુસલમાનોનો કોઈ પણ લઘુમતીના માનવ વિકાસ સૂચકાંકોમાં સૌથી ખરાબમાંથી એક હોવુ ધાર્મિક કટ્ટરતા નથી. તેમણે મમતાને મેમાં આવેલા લોકસભા ચૂંટણી પરિણામોમાં બંગાળમાં ભાજપને મળેલી મોટી સફળતાની પણ યાદ અપાવી અને પૂછ્યુ, જો દીદી અમે કેટલાક હૈજરાબાદીઓથી ચિતિંત છીએ તો અમારે એ જણાવવુ જોઈએ કે ભાજપ બંગાળની 42 લોકસભા બેઠકોમાં 18 પર જીતી કેવી રીતે ગઈ?
લઘુમતી કટ્ટરતા અને હૈદરાબાદીઓ પર મમતાનુ નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે લઘુમતીના કટ્ટરવાદ સામે આપણે સૌએ સાવધ રહેવાની જરૂર છે.
અસદુદ્દીન ઓવૈસીનું કે તેમના રાજકીય પક્ષનું નામ લીધા વિના મમતાએ ઓવૈસી પર શાબ્દિક હુમલો કર્યો હતો. કૂચબિહારમાં પોતાના પક્ષના કાર્યકરોને સંબોધતાં મમતાએ કહ્યું કે લઘુમતીઓમાં કેટલાક કટ્ટરવાદી છે એ હું જોઇ રહી છું. એમનું વડું મથક હૈદરાબાદમાં છે. તમારે એમનાથી સાવધ રહેવું જોઇએ.