રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 9.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની નંબર 1 કંપની બની

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પનીના શેરમાં મંગળવારે 3% વધારો આવવાથી વેલ્યૂએશન વધીને 9.50 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ. આ સાથે જ રિલાયન્સ આટલી માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ કંપની બની ગઇ છે.

આ પહેલા રિલાયન્સ 18 ઓક્ટોબરના રોજ 9 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી. ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી.

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની એક પછી એક સિદ્ધિઓના સોપાન સર કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ આજે 9.50 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી છે.

આટલી વેલ્યુએશનનો રેકોર્ડ પણ હાલ રિલાયન્સના નામે જ છે. ગત વર્ષે ઓગસ્ટમાં રિલાયન્સે 8 લાખ કરોડ રૂપિયાના આંકને વટાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરી મહિનામાં પણ રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો ત્રિમાસિક નફો કરનારી દેશની પ્રથમ ખાનગી કંપની બની હતી.

માર્કેટ કેપમાં બીજી મોટી કંપની ટીસીએસ છે. ટીસીએસની વેલ્યુ 7.81 લાખ કરોડ રૂપિયા છે. બ્રોકરેજ ફર્મ બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે ગત મહિને રિપોર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ ન્યુ કોમર્સ અને બ્રોડ બેન્ડ બિઝનેસની મદદથી અગામી 24 મહિનામાં રિલાયન્સ કંપનીની માર્કેટ કેપ 200 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.