હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે : લાલજી પટેલ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે. આ પ્રસંગે સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના પ્રહાર કર્યા છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર લોકોએ હાર્દિકને સમાજના મુદ્દે પ્રેમ કર્યો હતો. સમાજને પૂછ્યા વગર અને સાથે રાખ્યા વગર હાર્દિકે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. હવે હાર્દિકમાં તાકાત હોય તો 5 હજાર પાટીદાર ભેગા કરી બતાવે. હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે.