લખનઉના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી શકે છે.

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં લાગી ગયાં છે. એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશના અનેક વર્તમાન સાસંદો અને મંત્રીઓની ટિકિટ કાપવા અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. એ સાથે જ કેટલાંક સાંસદો અને મંત્રીઓની બેઠકોમાં ફેરબદલ પણ થઇ શકે છે. હવે એવા સમાચાર છે કે લખનઉના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી શકે છે.