મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડતાં 36 લોકો ઘાયલ થયા હોવાના અને અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનો અહેવાલ છે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હોવાની અને પાંચ લોકોનાં મોત થયાની વાતની પૃષ્ટિ થઈ છે. ઘાયલ થયેલા લોકોમાં બે લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. ઘાયલ લોકોને સૅન્ટ જર્યોજ હૉસ્પિટલ, જીટી અને સાયન હોસ્પિટલ ખાતે ઇલાજ માટે લઈ જવામાં આવ્યા છે. આ ફૂટઓવર બ્રિજ છત્રપતિ શિવાજી ટર્મિનસથી અંજૂમન ઇસ્લામ હાઇસ્કૂલ તરફ જવા માટે વપરાતો હતો.
