બોરિસ જોનસનની જીતથી બ્રિટેનનાં મુસલમાનોમાં ફફડાટ, જાણો શું છે કારણ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બ્રિટેનમાં કંઝરવેટિવ પાર્ટીને ભારે બહુમત મળી ચુક્યો છે. પીએમ બોરિસ જોનસને કહ્યું છે કે તેમને હવે એક નવો જનાદેશ મળ્યો છે, જેનાથી તેઓ બ્રિટેનને યૂરોપીય યૂનિયનથી અલગ કરવાના બ્રેક્ઝિટને લાગુ કરી શકશે. બ્રિટિશ મીડિયા અનુસાર આ ચૂંટણી પરિણામો બાદ ત્યાંનાં મુસ્લિમોને લઇને પણ વાત શરૂ થઈ ચુકી છે. બ્રિટિશ મુસ્લિમોનું કહેવું છે કે નવી જૉનસન સરકારની અંદર તેમના સમુદાયને પોતાના ભવિષ્યની ચિંતા છે.

બોરિસ પર લાગતા રહ્યા છે ઇસ્લામોફોબિયાનાં આરોપ

મેટ્રો યૂકેની એક રિપોર્ટ પ્રમાણે બોરિસ પર વ્યક્તિગત રીતથી ઇસ્લામોફોબિયાનાં આરોપ લાગતા રહ્યા છે અને આ જ ક્રમમાં બ્રિટેનમાં બ્રિટિશ-મુસલમાનોનાં સ્થાનને આશ્વસ્ત કરવા માટે મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટેને પ્રધાનમંત્રી જૉનસન સાથે મુલાકાત કરી છે. મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટેનનાં મહાસચિવ હારૂન ખાને કહ્યું કે જ્યાં એક તરફ સત્તારૂઢ કંઝરવેટિવ પોતાની જીતનો જશ્ન મનાવી રહી છે, તો બીજી તરફ દેશભરમાં મુસ્લિમ સમુદાયમાં એક ‘સ્પષ્ટ ડર’ જોવા મળી રહ્યો છે.

લેબર પાર્ટીની હાલત 1930 બાદથી સૌથી વધું ખરાબ

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારી સત્તારૂઢ પાર્ટી અને રાજનીતિમાં કટ્ટરતાની ચિંતાઓ સાથે અમે ચૂંટણી પ્રચાર અભિયાનમાં પ્રવેશ કર્યો હતો અને હવે સરકાર પહેલાથી જ ઇસ્લામોફોબિયાનો શિકાર છે.’ હારૂન ખાને એ પણ કહ્યું કે, ‘જૉનસનને એકવાર ફરી ભારે મતોથી સત્તા પર બિરાજવાની તક મળી છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સમસ્ત બ્રિટેન માટે કામ કરશે.’

ઉલ્લેખનીય છે કે માર્ગેટ થૈચરની 1987ની જીત બાદથી જૉનસનની કંઝરવેટિવ પાર્ટીની આ સૌથી મોટી જીત છે. આનાથી ઉલટું લેબર પાર્ટીની હાલત 1930 બાદથી સૌથી વધું ખરાબ થઈ છે.