બોલીવુડની અભિનેત્રી પાયલ રોહતગીની ધરપકડ કરવામાં આવી છે.અભિનેત્રી પાયલ રોહતગીએ મોતીલાલ નહેરુ વિશે વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં પાયલ સામે ફરિયાદ નોંધાઈ હતી..જેથી ત્યાની પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી છે. બિગ બોસની એક્સ કંટેસ્ટેન્ટ અને અભિનેત્રી પાયલ રોહતગીનો વિડિયો વાંરવાર વાયરલ થાય છે. એવાતમાં નવું નથી કે તેમાં કોઈ વિવાદ સર્જાયતો કાંઈ નવું નથી. ઘણી વખત તે પોતાનાં ફેસબુક લાઈવ દરમ્યાન ચર્ચામાં રહે છે. તો ક્યારેક તે ટ્વિટર દ્રારા ચર્ચામાં રહે છે. ફરી થી એક વખત તેમના વાયરલ વિડિયોએ ખૂબ વિવાદીત રીતે ચર્ચામાં રહ્યો છે. જ્યારે આ નવા વિડિયોને કારણે અભિનેત્રી પાયલ રોહતગીને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ બાબતની જાણકારી ખુદ પાયલનાં ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. પાયલે ટ્વિટમાં લખ્યું હતું કે મારી રાજસ્થાન પોલીસે મોતીલાલ નહેરુ પર એક વિડિયો શેર કરવા બદલ ધરપકડ કરી છે. મે આ વિડિયો ગુગલથી જાણકારી લઈને બનાવ્યો હતો. બોલવાની આઝાદી એક મજાક છે. આ ટ્વિટમાં તેમણે રાજસ્થાન પોલીસ, પીએમો, હોમ મિનિસ્ટ્રીનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ને ટેગ કર્યું છે.
થોડા સમય પહેલા જ પાયલ પર યુવા કોંગ્રેસ નેતા ચર્મેશ શર્માએ પાયલ રોહતગીનાં વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં એક્ટ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. પાયલ પર આઈટી અધિનિયમની ધારા-66 અને 67 અંતર્ગત મામલો દાખલ કર્યો હતો.

