બોલિવૂડના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે 100 કરોડ રૂપિયા પડાવવાના આરોપમાં યશ રાજ ફિલ્મ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાને લગતો છે.
ભારતીય પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ નોંધ્યો છે. આ સંસ્થા ગીતકારો, સંગીતકારો, ગાયકો અને સંગીત ઉત્પાદકોને રજૂ કરે છે. ફરિયાદ અનુસાર, યશરાજ ફિલ્મ્સે કલાકારો પાસેથી બળજબરી બનાવટી કોન્ટ્રેક્ટ સાઈન કરાવ્યા હતા અને તેની રોયલ્ટી પણ બળજબરીથી લેવામાં આવી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રોડક્શન હાઉસ મ્યુઝિક કમ્પોઝર કલાકારના આધારે રોયલ્ટી લઈ શકતો નથી કારણ કે પહેલો વ્યક્તિ IPRSનો છે. હમણાં પોલીસે પ્રાથમિક તપાસ અને પુરાવાના આધારે કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસ નોંધવામાં આવ્યો છે. અમે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે અને જો જરૂરી લાગશે તો આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવશે.
આ ઉપરાંત મુંબઇ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ કેટલાક વધુ પ્રોડક્શન ગૃહોની તપાસ પણ કરી રહી છે. જો આવી પ્રવૃત્તિઓમાં થતી જણાશે તો અન્ય પ્રોડક્શન હાઉસ પર પણ કાર્યવાહી થઈ શકે છે. પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ આઈપીસીની કલમ 409 અને 34 હેઠળ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં યશરાજ ફિલ્મ્સના ડિરેક્ટર આદિત્ય અને ઉદય ચોપરાનું નામ છે અને ગયા અઠવાડિયે ફરિયાદ નોંધવામાં આવી છે.