સિંદુર અને મંગળસૂત્ર પહેરવાને કારણે મુસ્લિમ ધર્મગુરુઓના નિશાને આવેલી તૃણમૂલ કોંગ્રેસની નવનિર્વાચિત સાંસદ નુસરત જહાંએ જગન્નાથ યાત્રા દરમિયાન પણ આજ લૂકમાં નજર આવી હતી. કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ નુસરત જહાં સંસદમાં શપથ લેવા માટે સિંદુર અને મંગળસૂત્રમાં નજરે પડી હતી. પશ્ચિમ મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે કોલકત્તામાં વાર્ષિક રથયાત્રા માટે પહોંચેલી નુસરત ફરી એકવાર હિન્દુ અવતારમાં જોવા મળી હતી. ઇસ્કોનના કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પહોંચેલી નુસરત જહાંએ આ લૂકથી પોતાના આલોચકોને મજબૂત સંદેશ આપ્યો. પત્રકારો સાથે વાત કરતાં નુસરતે કહ્યું કે મમતા બેનર્જી ઇદ માટે આવે છે અને તમામ સાથે ઉભી રહે છે. તેમાં કોઇ રાજનીતિ નથી. આ વિશ્વાસ સાથે જોડાયેલો મામલો છે. રાજનીતિ અને ધર્મને અલગ રાખવા જોઇએ.

