લોકસભામાં આધાર સંશોધન બિલ 2019 પાસ થઈ ગયું છે. કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે આધાર સંશોદન બિલ, 2019 રજૂ કર્યું અને વિપક્ષના એક સભ્યની આપત્તિને ફગાવતા કહેવામાં આવ્યું કે, આમાં કાયદાનું અનુપાલન કરવામાં આવ્યું છે. આ બિલમાં નાગરીકોની પ્રાઈવેસી સુરક્ષિત રાખવા અને દુરઉપયોગ રોકવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બેન્કો અને મોબાઈલ કંપનીઓમાં કેવાયસી ફોર્મમાં આધાર વૈકલ્પિક રહેશે. આધાર ફરજીયાત નહી રહે. એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, કોઈ પણ આધાર ન હોવાના કારણે સરકારી યોજનાથી વંચિત રહી ન જાય.
સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, દેશના 130 કરોડ લોકોમાંથી 123 કરોડ લોકોએ આધારને સ્વીકાર કર્યું છે. આધાર દ્વારા ડાયરેક્ટ ટ્રાંસફરના કારણે દેશને 90 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બીલ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પસાર કરવામાં આવ્યું છે.
1 – સરકાર તરફથી જાણકારીમાં બતાવવામાં આવ્યું છે કે, આ નિર્ણયના આધાર પર હવે રેગ્યુલેટર UIDAIના લોકોના હિતમાં નિર્ણય લેવા અને આધારના ખોટા પ્રયોગને રોકવામાં મદદ મળશે.
2 – કોઈ પણ વ્યક્તિને આધાર દ્વારા પોતાની ઓળખ પ્રમાણિત કરવાની ફરજ નહીં પાડી શકાય
3 – સંસદ તરફથી બનાવવામાં આવેલા કાયદા હેઠળ કેટલાક મામલામાં પોતાની ઓલખ માટે તેને રજૂ કરવાનું જરૂરી હશે
4 – બેન્ક ખાતુ ખોલવા માટે આધાર દેખાડવું ફરજીયાત નહી હોય અને મોબાઈલ સીમ માટે પણ આધાર આપવું ફરજીયાત નહીં હોય. 12 આંકડાના વાસ્તવિક આદાર નંબરના બદલે એક વર્ચ્યુઅલ આઈડેન્ટીટીથી પણ પોતાની ઓળખ પ્રમાણિત કરી શકાશે.
5 – બાળકોએ પણ 18 વર્ષ બાદ પોતાનો આધાર નંબર રદ્દ કરાવવાનો અધિકાર રહેશે.
6 – કેન્દ્ર અને રાજ્ય સરકાર માત્ર ત્યાં જ ઓળક પ્રમાણિત કરવા માટે આધાર જરૂરી કરી શકે છે, જ્યાં ઓથોરિટી દ્વારા નિર્ધારિત સુરક્ષા સંબંધિ ચિંતા થતી હોય.
7- આધાર એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર 1 કરોડ રૂપિયા સુધીની સિવિલ પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.

