પ્રભાસ ગર્લફ્રેન્ડ અનુષ્કા સાથે અમેરિકાના લોસ એન્જલસમાં વૈભવી ઘર શોધી રહ્યો છે

ફિલ્મ જગત

ફિલ્મ ‘બાહુબલી’ના બન્ને ભાગની બમ્પર સફળતા બાદ પ્રભાસ ભારતનો સૌથી વધુ લોકપ્રિય સ્ટાર્સમાંનો એક ગણાય છે. હાલતે પોતાની આગામી ફિલ્મ ‘સાહો’ માટે ચર્ચામાં છે. જોકે તેની અને અનુષ્કાના ગાઢ સંબંધોની વાતો પણ થયા કરે છે. પ્રભાસ અને અનુષ્કા લાંબા સમયથી રિલેશનશિપમાં છે, પરંતુ બન્ને એકબીજાને ફક્ત મિત્રો જ ગણાવે છે.

હવે એવા સમાચાર છે કે,દસ વરસના મૈત્રી સંબંધને તેઓ આગળ વધારવા માંગે છે. રિપોર્ટસની માનીએ તો, પ્રભાસ અને અનુષ્કા પોતાના માટે અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં એક વૈભવી ઘર શોધી રહ્યા છે. આ સમાચારથી તેમના સંબંધ માટે ફરી ચર્ચા થઇરહી છે. કહેવાય છે કે, પ્રભાસે અનુષ્કા માટે ‘સાહો’ની ખાસ સ્ક્રિનિંગ પણ રાખી હતી.

પ્રભાસ પોતાની કારકિર્દી અને અંગત જીવન માટે પણ ચર્ચામાં રહે છે.