મોખરાની અભિનેત્રી અને ડાન્સર માધુરી દીક્ષિતે એવી સ્પષ્ટતા કરી હતી કે વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી સુચિત્રા સેનની બાયો-ફિલ્મ માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ હું એ બાયો-ફિલ્મ કરવાની નથી.
‘મધુબાલા, નૂતન અને મીના કુમારી મારી મોસ્ટ ફેવરીટ અભિનેત્રીઓ રહી છે… મારા માટે આ અભિનેત્રીઓ પ્રેરણારૂપ બની રહી છે. આંધીની સુચિત્રા સેન પણ મારા હૈયામાં ઘર કરી ગઇ હતી. તાજેતરમાં સુચિત્રા સેનની બાયો-ફિલ્મ માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ મેં સવિનય એ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો’ એમ માધુરી દીક્ષિતે કહ્યું હતું.
2014માં જુહી ચાવલા સાથે ગુલાબ ગેંગ કર્યા બાદ હાલ માધુરી કરણ જોહરની ફિલ્મ કલંક કરી રહી છે. તાજેતરમાં આ ફિલ્મના એક ડાન્સનું શૂટિંગ એણે સિનિયર કોરિયોગ્રાફર સરોજ ખાન સાથે કર્યું હતું.
આ ઉપરાંત માધુરી વિવિધ ટીવી ચેનલ્સ પર ચાલતી ડાન્સની સ્પર્ધામાં જજ તરીકે પણ સેવા આપી રહી છે. આમ એની બીજી ઇનિંગ પણ સરસ રીતે ચાલી અને જામી રહી છે. એ એક ડાન્સ સ્કૂલ પણ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
એણે કહ્યંુ કે અત્યારે તો હું માત્ર કલંક કરી રહી છું. મને બીજી કેટલીક સ્ક્રીપ્ટ્સ મળી છે. એ તપાસી રહી છું. મને ગમે એવો રોલ મળે તો વધુ ફિલ્મો જરૂર કરીશ.

