તાલાળામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : લોકોમાં ભય

ગુજરાત મુખ્ય સમાચાર

સૌરાષ્ટ્ર કચ્છના બે જિલ્લાઓમાં શુક્રવાર મોડી રાત્રે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેમાં રાત્રે ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો અચનાક જાગી ગયા હતા  અને ઘરની બહાર નીકળી ગયા હતા.

ભૂકંપના આંચકા ગીર સોમનાથના તાલાળા અને કચ્છના રાપર સહિત અમુક વિસ્તારોમાં અનુભવાયા હોવાનું જાણવા મળ્યું છે.

શુક્રવાર રાતના ગીર સોમનાથ અને કચ્છના રાપરમાં રાત થી વહેલી સવાર સુધીમાં કુલ ચાર આંચકા અનુભવાયા છે, જેમાં રાતે 12.07 વાગ્યે ગીર સોમનાથના તાલાળામાં 3.5ની તીવ્રતાનો આંચકઓ અનુભવાયો હતો, જયારે રાપરમાં વહેલી સવારે 5.10 વાગ્યે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

ભારે ભૂંકપના આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. અને રાતભર લોકો જાગ્યા હતી. ગીરસોમનાથના તાલાળાથી16 કિલોમીટર દૂર ઉતર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ મળી આવ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઈ છે. ગીર સોમનાથમાં ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય હોવાનું તારણ નીકળતા ત્યાં સિસ્મોગ્રાફ યત્રં પણ મૂકવામાં આવ્યું હતું.