વધુ એક મશહૂર સ્વામીનો આશ્રામ વિવાદોમાં ઘેરાયો છે. ગુજરાતના અમદાવાદના હરિપુરા ગામમાં આવેલા સ્વામી નિત્યાનંદ અને તેમના આશ્રમમાં રહેતી સેવિકાઓ પર ચાર બાળકોનાં અપહરણ, તેમની મારપીટ અને તેમની પાસે મજૂરી કરાવાઇ હોવાના આરોપ મૂકયા બાદ અપહરણનો કેસ નોંધાયો છે.
આ ચારે બાળકો એક જ પરિવારના છે અને તામિલનાડુના રહીશ છે. ૩ બાળકીઓ અને એક બાળકના પિતાએ વિવેકાનંદ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો છે. ગુજરાત પોલીસે જનાર્દન શર્મા નામના એક શખ્સની ફરિયાદના આધારે સ્વામી નિત્યાનંદ તથા તેમની બે સેવિકા પ્રાણપ્રિયા તથા પ્રિયતત્વાની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પીડિત પરિવારે પોલીસને જણાવ્યું કે તેઓ નિત્યાનંદ આશ્રામમાં શ્રાદ્ધા રાખતા હતા, તેથી લગભગ છ મહિના પહેલાં પોતાની ત્રણ દીકરીઓ અને એક દીકરાને બેંગ્લુરૂના આશ્રામમાં દાખલ કર્યા હતા. આશ્રામવાસી પરિવારની મંજૂરી વિના જ ચારે બાળકોને અમદાવાદના આશ્રામમાં લઇ ગયા હતા.
બીજી નવેમ્બરે પરિવારની ફરિયાદને પગલે પોલીસે આશ્રામમાંથી બે બાળકોને મુક્ત કરાવ્યા હતા. જો કે હજુ પણ બે બાળકીઓનો કોઇ પત્તો નથી. બાળકોના પરિજનોનો આરોપ છે કે આશ્રામમાં બાળકોને ગંદી ગાળો દેવામાં આવતી હતી અને તેમની પાસે કામ કરાવાતું હતું. હેવાલ છે કે પરિવારની લાપતા બે બાળકીઓમાંથી એક છોકરી સાથે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરાવવાનો પ્રયાસ કર્યો છે.
પરિવારને મળી ધમકી
બીજી તરફ પરિવારજનોનો એવો પણ આરોપ છે કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને આશ્રામના કેટલાક લોકો તરફથી ધમકીઓ મળવા માંડી છે. ધમકી બાદ પરિવારની સુરક્ષા વધારી દેવાઇ છે.