સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતેના પાકિસ્તાનના કાયમી પ્રતિનીધી મલીહા લોધીને પાકિસ્તાની હોવાનો દાવો કરનાર એક વ્યક્તિ અપમાન કરતો હોય તેવું વિડીયોમાં દેખાતું હતું.
ઓન લાઇન પ્રસારિત કરાયેલા વિડીયોમાં પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન એક વ્યક્તિ લોધીને સવાલો પૂછતો દેખાયો હતો. લોધી જ્યારે પત્રકાર પરિષદ છોડીને જઇ રહ્યા હતા ત્યારે એ વ્યક્તિએ જોરજોરથી બૂમો પાડીને પૂછયું હતું છેલ્લા 15-20 વર્ષથી તમો શું કરો છો?
પછી એણે જોરથી કહ્યું હતું ‘મારે તમને એક સવાલ પુછવો છે’ કાર્યક્રમાં હાજર લોકો એ એક વ્યકિતને રેકોર્ડીગ નહીં કરવા કહ્યું ત્યારે એણે કહ્યું હતું ‘હું રેકોર્ડિંગ નહીં રોકું.
હું પાકિસ્તાની છું.’યુએન ખાતેના પાકિસ્તાનના ટોચના ડિપ્લોમેટે જવાબ આપવાનો ઇનકાર કર્યો તો એ વ્યક્તએ મલીહાને જટીલ સવાલ પુછીને કહ્યું હતું ‘તમે પાકિસ્તાનનું પ્રતિનીધીત્વ કરવાને લાયક નથી’.
જો કે એ વિડીયો સાચો છે કે કેમ તે અંગે જાણી શકાયું નહતું. ઉપરાંત લોધી તરફથી પણ કોઇ જ નિવેદન આપવામાં આવ્યું ન હતું.

