નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ મામલમાં સુનાવણી કરી રહેલા વિશેષ જજે સોમવારે સુપ્રીમ કોર્ટ પાસે ટ્રાયલ પુરા કરવા માટે 6 મહીનાનો સમય માંગ્યો છે. 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવાના મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી જેવા 13 નેતાઓના નામ સામેલ છે.
મામલાની સુનાવણી કરી રહેલા વિશેષ જજે 25 મેના રોજ સુપ્રીમ કોર્ટેને પત્ર લખ્યો હતો કે તે 30 ડિસેમ્બર 2019એ રિટાયર્ડ થશે. તેમણે કહ્યું કે કેસની પતાવટ માટે ઓછામાં ઓછો 6 મહીનાનો સમય જોઈએ.
જસ્ટિસ આર એફ નરિમનની અધ્યક્ષતા વાળી બેન્ચે સોમવારે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ મામલામાં નિર્ણય એ જ જજ સંભળાવે, જે તેની સુનાવણી કરી રહ્યાં છે. કોર્ટે ઉતર પ્રદેશ સરકારના વિશેષ જજના કાર્યકાળને વધારવાની રીત વિશે 19 જુલાઈ સુધીમાં માહિતી આપવા કહ્યું છે. મામલામાં અગામી સુનાવણી શુક્રવારે થશે.

