ભારત અને પાકિસ્તાને પરમાણુ સંસ્થાનું લિસ્ટ જાહેર કર્યું, જેલમાં બંધ કેદીઓની જાણકારી પણ આપી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત અને પાકિસ્તાને બુધવારે પોતપોતાની એટમી સંસ્થાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, આ સિલસિલો છેલ્લા 29 વર્ષથી ચાલી રહ્યો છે. બંને દેશોએ એરબીજાના પરમાણુ સંસ્થા અને સુવિધાઓ પર હુમલો ન કરવાના કરાર કર્યા છે તે અંતર્ગત આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદ ખાતે રાજદ્વારી માધ્યમો દ્વારા એક સાથે સંપન્ન કરવામાં આવી.

દર વર્ષે જાહેર કરે છે લિસ્ટ

ભારત પાકિસ્તાન વચ્ચે 31મી ડિસેમ્બર 1988ના દિવસે આ કરાર કરવામાં આવ્યો હતો. જેને 27 જાન્યુઆરી 1991થી લાગૂ કરવામાં આવ્યો હતો અને પ્રથમ લિસ્ટ 1 જાન્યુઆરી 1992ના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને દેશ દરેક વર્ષે 1 જાન્યુઆરીના દિવસે આ લિસ્ટ જાહેર કરે છે.

એટમી હુમલાઓની જાણકારી આપવાના પણ કરાર
ભારત-પાકિસ્તાન વચ્ચે એટમી હુમલાઓના ખતરાને લઇને પણ કરાર કરવામાં આવ્યા છે, જેની વર્ષ 2017માં પાંચ વર્ષ માટે મુદ્દત વધારવામાં આવી છે. આ કરાર એટમી હથિયારો સાથે જોડાયેલા હુમલાની બીકને ઓછી કરવા માટે કરવામાં આવ્યા હતા. આ કરારથી બંને દેશ પોતાના ક્ષેત્રમાં એટમી હથિયારોથી કરવામાં આવેલા હુમલાઓની એકબીજાને જાણકારી આપશે. આ કરવાનું કારણ એ છે કે, રેડિએશનને કારણે સીમા બહાર પણ નુકસાન થઈ શકે છે. આ કરાર 21મી ફેબ્રુઆરી 2007માં લાગૂ કરવામાં આવ્યો હતો. જેની પહેલી વાર 2012માં પાંચ વર્ષ સાથે મુદ્દત લંબાવી હતી.

ભારત-પાકિસ્તાને એકબીજાને કેદિયોની જાણકારી આપવાના કરાર કર્યા
ભારત-પાકિસ્તાને એકબીજાને પોતાની જેલમાં બંધ નાગરિકો અને માછીમારોનું લિસ્ટ પણ આપ્યું છે. આ માટે બંને દેશો વચ્ચે વર્ષ 2008માં કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર અંતર્ગત બંને દેશો વચ્ચે દરેક વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈએ પોતપોતાની ત્યાં બંધ બીજા દેશના નાગરિકોનું લિસ્ટ આપવાની બાંહેધરી આપે છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જણાવ્યું છે કે, તેના 267 નાગરિક અને 97 માછીમારો ભારતની જેલમાં બંધ છે. પાકિસ્તાનને તેની જેલમાં બંધ 14 ભારતીય નાગરિકોને કાયદાકીય મદદ કરવાની પણ માગ કરી છે.