નિત્યાનંદના પાસપોર્ટની હાલની મુદ્દત પુરી, ગેજેટની તપાસ બાદ ધરપકડની કાર્યવાહીઃ DYSP

ગુજરાત મુખ્ય સમાચાર

હીરાપુરમાં ઓઆવેલા નિત્યાનંદ આશ્રમથી કથિત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા મામલે ગુરૂવારે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)એ આશ્રમમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સીટને 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ, પેન ડ્રાઈવ સહિતની વસ્તુઓ મળી હતી. આ અંગે આજે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે, આ ટેબ્લેટનો કોણ ઉપયોગ કરતું હતું તેની આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, કબ્જે લેવાયેલ ગેજેટની તપાસ કર્યા બાદ જ નિત્યાનંદની ધરપકડ માટે કાર્યવાહી માટે આગળ વધીશુ. તેના પાસપોર્ટની વિગતો હજુ સુધી મળી નથી. તેની પાસે રહેલા હાલના પાસપોર્ટની મુદ્દત પુરી થઈ ગઈ છે,તપાસ દરમ્યાન જરૂર જણાશે તો અમે કર્ણાટક જઈશું.

તત્વપ્રિયા અને નિત્યાનંદિતાનું IP એડ્રેસ સ્ટ્રેસ થતું નથી
ડીવાયએસપીએ આગળ કહ્યું કે, તેમજ હીલિંગની શું પ્રક્રિયા થતી હતી તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને યુવતીઓ(તત્વપ્રિયા અને નિત્યાનંદિતા)પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતી હોવાથી તેઓનું આઇપી એડ્રેસ ટ્રેસ થતું નથી. તેમજ ગુજરાતના આશ્રમમાં નિત્યયાનંદનો શું રોલ હતો?તે અંગે પણ તપાસ કરી રહ્યા છીએ.