2 કલાકની બેઠક બાદ પવાર બોલ્યા- સીએમ માટે ઉદ્ધવના નામ પર સહમતિ, કોંગ્રેસે કહ્યું- વાતચીત પુરી થઈ નથી

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના ઝડપથી થશે. કોંગ્રેસ-રાકાંપા અને શિવસેનાની શુક્રવારે નહેરુ સેન્ટરમાં બેઠક થઈ હતી. બાદમાં રાકાંપા અધ્યક્ષ શરદ પવારે સ્પષ્ટતા કરી કે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને લઈને અમારી વચ્ચે સહમતિ થઈ છે. તેમણે કહ્યું કે ચર્ચા હજુ પણ ચાલુ છે અને શનિવારે મુંબઈમાં પ્રેસ કોન્ફોરન્સ કરીને એ પણ જણાવવામાં આવશે કે અમે ક્યારે રાજ્યપાલ પાસે જઈશું

ઉદ્ધવ ઠાકરે એ બેઠક બાદ કહ્યું-ત્રણે પક્ષો વચ્ચે પ્રથમ વાર બેઠક થઈ. ઘણાં મુદ્દે અમારી વાતચીત થઈ. અમે એવો કોઈ મુદ્દો ઈચ્છતા નથી જે છુટે. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ કહ્યું- રાકાંપા અને કોંગ્રેસે શિવસેનાની સાથે મુંબઈમાં વાત કરી. સરકારની રચના કરવા બાબતે જે પણ મુદ્દા હતા, તેની પર ચર્ચા થઈ. તે સકારાત્મક હતી, વાતચીત હાલ પુરી થઈ નથી. કાલે વાતચીત પુરી થશે.

આ રીતે મંત્રાલયની વહેંચણી થઈ શકે છે
ત્રણેય પાર્ટીયોમાં 16 શિવસેના (મુખ્યમંત્રી પદ સામેલ), 11 કેબિનેટ અને 5 રાજ્યમંત્રી, 15 એનસીપી- 11 કેબિનેટ, 4 રાજ્યમંત્રી-12 કોંગ્રેસ (ડેપ્યૂટી સીએમ પસ સાથે) 9 કેબિનેટ, 3 રાજ્યમંત્રી

નહેરુ સેન્ટર પહોંચ્યા નેતા
શિવસેનામાંથી સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ, એનસીપીમાંથી પ્રફુલ્લ પટેલ, જયંત પાટીલ અને શરદ પવાર, કોંગ્રેસમાંથી અહમદ પટેલ, કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, પૃથ્વીરાજ ચૌહાણ, બાલા સાહેબ થોરાટ અને નસીમ ખાન નહેરુ સેન્ટર પહોંચ્યા છે. આ બેઠકમાં સરકાર ગઠન માટે ધારાસભ્યોની સમર્થન પત્ર પર સાઈન કરાવવામાં આવશે.

સંજય રાઉત સીએમ પદની રેસમાં

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે પછી સીએમ પદની રેસમાં સંજય રાઉત જ છે. આ પહેલાં ગુરુવારે થયેલી બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે, તેમમે મુખ્યમંત્રીનો પદભાર સંભાળવો જોઈએ. બેઠકમાં હાજર રહેલા શિવસેના સાંસદ સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ પણ ઉદ્ધવને સીએમ પદ સંભાળવા કહ્યું છે.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે, આજે ત્રણેય પક્ષની બેઠક થવાની છે. ત્યારપછી રાજ્યપાલ સાથે મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવશે. આ પહેલાં ગુરુવારે રાતે એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની બેઠક થઈ હતી. માનવામાં આવે છે કે, આ મુલાકાતમાં બંને નેતાઓે બ્લૂપ્રિન્ટ ફાઈનલ કરી દીધી છે.

  • સંજય રાઉતે કહ્યું કે, મુખ્યમંત્રી પૂરા 5 વર્ષ માટે શિવસેનાના જ હશે. શિવસૈનિકોની ઈચ્છા છે કે, ઉદ્ધવ ઠાકરે આ પદ સંભાળશે. ભાજપ તરફથી અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીનો પ્રસ્તાવ મળવાના દાવાને રાઉતે નકારી દીધો છે. તેમણે કહ્યું કે, હવે તેઓ અમને ઈન્દ્રનું સિંહાસન આપે તો પણ તેમની સાથે સરકાર નહીં બનાવીયે.
  • આજે મુંબઈમાં બેઠક થવાની છે. માતોક્ષીમાં શિવસેના ધારાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરેની બેઠક છે. બીજી બાજુ કોંગ્રેસ-એનસીપી પણ ગઠબંધનના અન્ય પક્ષ સાથે મીટિંગ કરશે. ત્યારપછી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ફાઈનલ મીટિંગ ચાલી રહી છે. આશા છે કે, સાંજ સુધીમાં ત્રણેય પક્ષ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલતો રાજકીય ડ્રામા હવે ખતમ થતો લાગી રહ્યો છે. દિલ્હી પછી શુક્રવારે મુંબઈમાં ફાઈનલ મીટિંગો ચાલી રહી છે. ત્યાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી એકબીજા સાથે બેઠક કરી રહ્યા છે. માનવામાં આવે છે કે, સાંજે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં નવી સરકારની ફોર્મ્યૂલાની જાહેરાત કરી શકે છે. જોકે ઉદ્ઘવ ઠાકરે જ મુખ્યમંત્રી બનશે તે પણ નક્કી જ છે.