પાંજરાપોળ સર્કલ પાસે ગુરુવારે BRTS બસ અને બાઈકનો અકસ્માત થતા બે યુવકના મોત થયા હતા. ત્યાં જ આજે સવારે એક BMW કારચાલકે BRTS રૂટમાં કાર ચલાવતા પોલીસે કારચાલકને રોકી 3000નો દંડ ફટકાર્યો હતો.
સવારે સાડા દસ વાગ્યે દંડ ફટકારાયો
શહેરમાં દોડતી BRTS બસો માટે BRTS કોરિડોર બનાવવામાં આવ્યો છે. તેમાં એએમટીએસની બસો, ગુજરાત એસટીની બસો અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પ્રવેશ કરવાની છૂટ છે. તેમજ ખાસ કિસ્સામાં વીવીઆઈપીઓના વાહનો પસાર થતાં હોય છે. આ સિવાયના અન્ય કોઈ ખાનગી વાહનો પ્રવેશ કરે તો તેને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે પાંજરાપોળ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી એક લક્ઝુરિયર કાર જીજે01કેએમ7090ના ચાલકને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સવારે સાડા દસ વાગ્યાના અરસામાં શૈશવ કમલેશભાઈ પ્રજાપતિએ બીઆરટીએસના કોરિડોરમાં બીએમડબ્યુ કાર હંકારી હતી. જેથી ટ્રાફિક નિયમનો ભંગ થતાં તેને દંડ કરવામાં આવ્યો હતો

