ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, 4 જુને કેરળ પહોંચશે ચોમાસુ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2019 માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સ્કાઇમેટ પ્રમાણે આ વખતે ચોમાસું સમયસર આવશે અને 4 જુને તે કેરળના કિનારે પહોંચશે. કંપનીએ આ અનુમાનમાં એક-બે દિવસ આગળ પાછળ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસુ 22 મે એ અંદામાન નિકોબાર ટાપુઓ પર પહોંચશે. તેના પહેલા સ્કાઇમેટે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ આ વર્ષે ચોમાસા પર અલનીનોની અસર પડી શકે છે અને આ વર્ષે ચોમાસું સામાન્યના 93% રહી શકે છે. જ્યારે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસાના પોતાના પહેલા અનુમાનમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે ચોમાસાની ઋતુમાં અલનીનો નબળા રહેવાની શક્યતા છે અને સીઝન આગળ જતા સાથે જ તે નબળું થતુ જશે. હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય એટલે કે, 96% વરસાદનું અનુમાન છે.