જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સરહદ પર તણાવ ઓછો થયો છે પરંતુ ભારતીય સેનાએ એક મોટ નિર્ણય લીધો છે. સેનાએ હવે પોતાના એર ડિફેન્સ યૂનિટને સરહદની નજીક લઇ જવાનું નક્કી કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી એક્સર સાઇઝ હેઠળ એર ડિફેન્સ સિસ્ટમ બોર્ડરની નજીક લઇ જવાનું નક્કી કર્યું છે. સેનાની એક મોટી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સેના પ્રમુખ બિપિન રાવત સહિત મોટા અધિકારીઓ હાજર હતા. આ બેઠકમાં બોર્ડર પર લાગેલા એર ડિફેંસ યૂનિટનો રિવ્યૂ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે જો ફરી ભવિષ્યમાં ક્યારેય પણ બાલાકોટ બાદ જેવી સ્થિતીનુ નિર્માણ થાય તો તેનો ઉપયોગ કરવામાં આવી શકે. હાલ આ તમામ યૂનિટ બોર્ડરથી દુર છે અને દરેક તણાવપૂર્ણ જગ્યા પર છે.

