પંજાબ આઝાદીની લડાઇ લડતું હતું ત્યારે RSS ચમચાગીરી કરતું હતું: પ્રિયંકા ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

પ્રિયંકા ગાંધી પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયા RSS પર નિશાન સાધ્યું. જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યારે સમગ્ર પંજાબ દેશની આઝાદી માટે લડાઇ લડતુ હતુ, RSSના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યાં હતા, તેમણે આઝાદીના આંદોલનમાં કોઇ લડાઇ નથી લડી.

આ સિવાય પ્રિયંકા ગાંધીએ વાદળ વાળા નિવેદનને લઇને વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, મોદીનું સત્ય હવે લોકોના રડાર પર છે. રેલીને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, મોદી માત્ર પ્રચાર-દુષ્પ્રચારમાં લાગેલા છે. મોટા મોટા વાયદાઓ કરે છે અને દર્શાવે છે કે છેલ્લા 70 વર્ષમાં કોઇ વિકાસ નથી થયો. મોદીએ બે કરોડ નોકરીનું વચન નથી પાળ્યું. છેલ્લા પાંચ વર્ષમાં 12 હજાર ખેડુતોએ આત્મહત્યા કરી લીધી પરંતુ મોદીએ ખેડુતોને નજર અંદાજ કરે છે. આ લોકસભાની ચૂંટણી લોકશાહી અને દેશ બચાવવાની ચૂંટણી છે.