TMCની ખુલ્લી ગુંડાગર્દી, રોડ શોમાં અમિત શાહની ગાડી પર લાકડીઓ ફેંકાઈ

મુખ્ય સમાચાર રાજકીય

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે બબાલ થઈ હતી. રોડ શો દરમિયાન એટલી હદે પથ્થરમારો થયો કે ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપરાંત અનેક પત્રકારોને પણ ઈજાઓ પહોંચી હતી. તો અનેક ઠેકાણે ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

રોડ શો દરમિયાન TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી, કેટલાક શખ્સો દ્વારા અમિત શાહ જે વાહનમાં બેસી રોડ શો કરી રહ્યાં હતા તેના પર ઠંડા ફેંકવામાં આવ્યા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણો ચાલી વધી રહી છે. આજે મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું. કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા જ ભાજપ કાર્યકર્તાઓ અને રાજ્ય પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે જ્યારે અમિત શાહનો રોડ શો કોલેજ સ્ટ્રીપ પર કોલકાતા યૂનિવર્સિટીની બહારથી પસાર થયો તો ભાજપ અને લેફ્ટ પાર્ટીઓના વિદ્યાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. અનેક ઠેકાણે આગચંપી થઈ હતી. ત્યાર બાદ પોલીસે આગ ઓલવવા ફાયર બ્રિગેટ બોલાવી હતી.

આ અગાઉ અમિત શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિત શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.