પાણીગેટ પર ફેથ હોસ્પિટલમાં ભીષણ આગ, 30 લોકોને સલામત ખસેડાયા

ગુજરાત મુખ્ય સમાચાર

પાણીગેટ વિસ્તારમાં આવેલી ફેથ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી છે. હોસ્પિટલના ચોથા માળે સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં એકાએક આગ લાગી હતી. હાલમાં શહેર ફાયર ફાઈટરની 3 ટીમ ઘટના સ્થળે છે. હોસ્પિટલમાં સ્ટાફ અને દર્દીઓ સહિત 30થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.