માનવ અધિકારો અને ધાર્મિક આઝાદીનાં મુદ્દે ભારતની તુલના બીજા દેશોની સાથે કરવાનો ઇન્કાર કરતા અમેરિકાએ કહ્યું કે ભારત એક સક્ષમ લોકતંત્ર છે.
અમેરિકાએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે,અને ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકાર જેવા વિષયો પર ચિંતાઓ કરવા માટે સંસ્થાઓ છે.
ભારતમાં નાગરિક્તા સંસોધન કાયદો(CAA)નાં વિરૂધ્ધ દેશભરમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા પ્રદર્શનોનાં સંદર્ભે અમેરિકાનાં વિદેશ વિભાગનાં એક અધિકારીએ ટીપ્પણી કરી.
પ્રદર્શનકારો ધાર્મિક ઉત્પિડનથી બચવામાટેપાકિસ્તાન,બાંગ્લાદેશઅનેઅફઘાનિસ્તાનથી આવેલા હિંદુ,શીખ,બૌધ્ધ,પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની નાગરિક્તા આપવા સાથે સંકળાયેલા આ કાયદાને ગેરબંધારણીય ,અને ભાગલાવાદી બતાવી રહ્યા છે.કેમ કે તે મુસ્લિમોને સામેલ નથી કરતા.
ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરની મંત્રણાનાં સમાપન બાદ અમેરિકાનાં વિદેશ વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોનાં એક જૂથને કહ્યું કે માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતા ટ્રંપ વહીવટી તંત્ર માટે અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો માટે મુખ્ય મુદ્દો છે,અધિકારીએ કહ્યું કે અમેરિકાનાં વિદેશપ્રધાને સંયુક્ત પત્રકાર પરિષદમાં એ રેખાંકિત કર્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે.
CAAનાં વિરોધમાં ભારતમાં પ્રદર્શનો સાથે સંકળાયેલા સવાલ પર તેમણે કહ્યું કે ‘આ કાયદા અંગે ભારતમાં ચર્ચા ચાલી રહી છે,તેની સમીક્ષા કોર્ટમાં થશે,રાજકીય પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે.
મિડિયામાં આ અંગે ચર્ચા ચાલી રહી છે.લોકતાંત્રિક ભારતમાં આ સંસ્થાઓ છે,એટલા માટે અમે તેમની પ્રક્રિયાનું સન્માન કરીએ છીએ.
અધિકારીએ કહ્યું કે ‘મારો ખ્યાલ છે કે રાજદુત સેમ્યુઅલ બ્રાઉનબેક આ અંગે ટીપ્પણી કરી ચુક્યા છે,ધાર્મિક આધારને લઇને અમને ચિંતાઓ છે પરંતું આ એક કાયદાનો ભાગ છે,જેની ભારતીય વ્યવસ્થામાં સતત સમીક્ષા થઇ રહી છે.
એક પત્રકારે અધિકારીને પુછ્યું કે કાશ્મિરમાં મોબાઇલ ઇન્ટરનેટ ચાલું કરવા અંગે કોઇ ખાસ આશ્વાસન માંગવામાં આવ્યું છે અથવા કોઇ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ અંગે તેમણે કહ્યું કે ‘આ એવો સંબંધ નથી જ્યા અલ્ટિમેટમ આપવામાં આવતું હોય આ એવો દેશ છે જ્યાં લોકશાહી છે,જ્યાં નિતીઓ પર મતદાન થાય છે,ન્યાયાલયો સમીક્ષા કરે છે.એટલા માટે હું આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીશ નહીં.’

