IPL 2020: કોહલીની ટીમમાં સામેલ થયો આ ધાકડ ખેલાડી,RCBએ આટલા કરોડમાં ખરીદ્યો

ખેલ-જગત

ગત સીઝનમાં દિલ્હી માટે રમનાર સાઉથ આફ્રિકાનો ધાડક ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આ સીઝન રૉયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમશે. વિરાટ કોહલીની કેપ્ટન્સી વાળી ટીમ બેંગલોરે તેના માટે 10 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેની બેઝ પ્રાઇઝ 1.50 કરોડ હતી. કોહલીની ટીમ કેટલાંક એવા ખેલાડીઓની તલાશમાં હતી જે તેને બોલીંગ અને બેટિંગને મજબૂતી આપે. ક્રિસ મોરિસ નીચલા ક્રમનો વિસ્ફોટક બેટ્સમેન માનવામાં આવે છે. ક્રિસ મૉરિસ ડેથ ઓવરોના સ્પેશિયાલિસ્ટ બોલર પણ છે, જે RCBની બોલીંગને મજબૂતી આપશે. પાછલી કેટલીક સીઝનથી RCBની ટીમ મોટા સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી છે.