દેશના અનેક વિસ્તારોમાં CAA મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને ઉગ્ર બનાવવાના પ્રયાસ પણ થઇ રહ્યાં છે. આ વિરોધ દરમિયાન પથ્થરમારા, આગચંપી જેવી ઘટના બની હતી. ત્યારે CAA પર હિંસક વિરોધને પગલે ગૃહમંત્રાલયમાં બેઠક યોજાઇ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને લઇને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી. હિંસાની પરિસ્થિતિમાં સુરક્ષાની તૈયારીઓ પર સમીક્ષા કરી.
નાગરિકતા કાયદાને લઇને દેશભરમાં હિંસક પ્રદર્શનનો મામલો સામે આવી રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં થયેલ હિંસક વિરોધ પ્રદર્શન બાદ હવે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં હિસાની જ્વાળા પહોંચી ગઇ છે. જ્યારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે. ત્યારે લખનૈમાં પણ વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું છે. પ્રદર્શનકારીઓઓ લખનૌમાં પોલીસ સ્ટેશનની સામે જ આગ લગાવી દીધી, ત્યારે લોકોએ મીડિયા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો છે. આ વચ્ચે દેશભરમાં હિંસક પ્રદર્શનો બાદ ગૃહમંત્રાલયે કાયદા વ્યવસ્થા અને સુરક્ષા પર મહત્વની બેઠક બોલાવની છે. આ રિવ્યૂ મીટિંગમાં પરિસ્થિત પર કાબૂ મેળવવા માટે વાતચીત કરવામાં આવી રહી છે.
સોનિયા ગાંધીના ઘરે મહત્વની બેઠક
દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ દેશના કેટલાક શહેરોમાં થઇ રહેલ પ્રદર્શનને જોતા કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાને મહત્વની બેઠક બોલાવી. બેઠકમાં પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતા પહોંચ્યા. અહેમદ પટેલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત કેટલાક નેતા પહોંચી રહ્યા છે.
દિલ્હીના 12 મેટ્રો સ્ટેશન ખુલ્યા
બીજી તરફ દિલ્હીમાં કેટલાક મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે ચાંદની ચોક અને મંડી હાઉસ સહિત 12 મેટ્રો સ્ટેશનના ગેટ ફરીથી ખુલ્યા છે.

