નિર્ભયા ગેંગરેપ કેસ / દિલ્હી હાઇકોર્ટે દોષિત પવન કુમાર ગુપ્તાની અરજી ફગાવી, વકીલને 25 હજારનો દંડ ફટકાર્યો

મુખ્ય સમાચાર

પવનના વકીલ એપી સિંહએ નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો. જેના પર કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી. દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પવને પોતાને સગીર બતાવ્યો છે. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે જુવેનાઇલ જસ્ટિસ લૉ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા મેળવનારા પવન ગુપ્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો કે તે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરુદ્ધ કામ કર્યું. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકે તેઓના અધિકારોનું હનન કર્યું છે.

નિર્ભયાના માતાએ દર્શાવી ખુશી

નિર્ભયાના માતા આશા દેવીએ કોર્ટના નિર્ણય પર પોતાની ખુશી જાહેર કરી છે. તેઓએ કહ્યું કે, હું આજના નિર્ણયનું સ્વાગત કરું છું. આ આવા પ્રકારના લોકોને (આરોપીઓને) પાઠ ભણાવવા માટે ખુબ જ જરૂરી હતો.