ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ખુલ્લી ચેતાવણી, સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવાં પડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસના સંક્રમણને પગલે અમેરિકામાં સૌથી વધુ લોકોના મોત થયાં છે. આ દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન વિરુદ્ધન નિવેદન આપતા કહ્યું કે સંક્રમણ ફેલાવવાના પરિણામ ભોગવવા પડશે. શનિવારે ટ્રમ્પે કહ્યું કે જો જાણીજોઈને ચીને કોરોના વાયરસ ફેલાવ્યો હશે તો તેના પરિણામ ભોગવવા પડશે. જો આ ભૂલ હતી તો ભૂલ, ભૂલ કહેવાય પરંતુ જો જાણીજોઈને આ કારનામૂં કરવામાં આવ્યું હશે તો તેનો મતલબ કે તેમણે પરિણામ ભોગવવા પડશે.

અગાઉ ટ્રમ્પે શુક્રવારે ચીનમાં કોરોના વાયરસને પગલે મોતના આંકડા પર શંકા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે શંકા જતાવી હતી કે ચીને મોતનો આંકડો ડબલ કર્યો છે, પરંતુ આ અમેરિકાના આંકડાની નજીક પણ નથી. ટ્રમ્પે ચીન પર જાણકારી છૂપાવવાનો આરોપ લગાવ્યો હતો. માત્ર અમેરિકાએ જ નહિ બલકે બ્રિટન અને ફ્રાંસે પણ ચીનમાં કોરોના વાયરસને પગલે થયેલ મોતના આંકડા પર શંકા જતાવી હતી. અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણને પગલે ખેડૂતો ઘણા પ્રબાવિત થયા છે. ખેડૂતોને રાહત આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 19 બિલિયન ડૉલરના રાહતના પેકેજનું એલાન કર્યુ્ં હતું. તેમણે કહ્યું હતું કે આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જશે. આની સાથે જ સરકર ખેડ ઉત્પાદન, ડેરી અને મીટ ઉત્પાદનની ખરીદી કરશે.

હાલમાં જ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લૉકડાઉન ખોલવા માટે ત્રણ તબક્કા શેર કર્યા અને કહ્યું કે સંઘીય દિશાનિર્દેશ શેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દિશાનિર્દેશો મુજબ ગવર્નર પોતપોતાના રાજ્યોમાં સ્થિતિને જોયા બાદ તે મુજબ લૉકડાઉન ખોલવાનો ફેસલો લઈ શકે છે.

જણાવી દઈએ કે અમેરિકામાં કોરોના વાયરસના કારણે શનિવાર સાંજ સુધીમાં કુલ 38000 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા 72000 સુધી પહોંચી ગઈ છે. જ્યારે આખી દુનિયાની વાત કરીએ તો 23 લાખથી વધુ લોકો વાયરસથી સંક્રમિત છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14792 છે. જ્યારે આ વાયરસને પગલે ભારતમાં 488 લોકોના મોત થઈ ચૂક્યાં છે.