અમદાવાદ મનપા અધિકારીઓનું ટેન્શન વધ્યુ, ઈસ્કોન મોલમાં આશ્રીત 200 શ્રમિકોમાંથી 4 કોરોનાગ્રસ્ત

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઈસ્કોન મેગા મોલમાં રહેલા 4 શ્રમિકો કોરોનાથી સંક્રમિત થયા છે. મનપા દ્વારા શ્રમિકોને ઈસ્કોન મેગા મોલમાં આશરો આપવામાં આવ્યો છે.

200 શ્રમિકોનો કરાશે ટેસ્ટ

શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ થતા AMCના અધિકારીઓની ચિંતકા વધી છે. મોલમાં રહેલા 200થી વધુ શ્રમિકોનો ટેસ્ટ કરાશે.

મનપાએ આપ્યો હતો આશરો

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નાાન-મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનના પગલે નાના કામ કરતાં લોકો ગુજરાત છોડીને પોતાના વતન જઇ રહ્યાં હતા ત્યારે પોલીસ અને તંત્રએ આવા લોકોને હંગામી રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

આમ જ્યાં સુધી રાજ્યમાં લોકડાઉન હશે ત્યાં સુધી આ તમામ ગરીબોનું આ શેલ્ટર હોમ સહારો બન્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરનો કોરોનાને લઇને હોટસ્પોટ જાહેર કરાયું છે ત્યારે સરકાર દ્વારા કોઇને પણ તકલીફ ન પડે તે માટે અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

સ્થિતિ ગંભીર છે.

ગુજરાતમાં કોરોનાના કેસ એકદમ વધી રહ્યા છે. ગુજરાતમાં કુલ 1376 કેસ નોંધાયા છે અને 53 લોકોના મોત થઈ ચુક્યા છે. એમાંથી એકલા અમદાવાદમાં જ 862 કેસ અને 25 લોકોના મોત થયા છે.