લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ની જાહેરાત સાથે જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ૪૮ ફલાઇંગ સ્કવોડને તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે સુરત કલેકટરાલય ખાતે લોકસભા ચુંટણી સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, મતદાતાઓ મુકત અને ન્યાયી માહોલ વચ્ચે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પાયાને મજબુત બનાવે તે જરૂરી છે. રવિવારથી જ આચારસંહિતા અમલમાં આવતા ૪૯થી વધુ હોડિંગ્સ, બેનર ઉતારી લેવામાં આવ્યા છે. ચૂંટણીની કામગીરી માટે ઈવી.એમ., વીવીપેટ મશીનોની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.
