રિંગરોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ 2માં ગ્રાઉન્ડ પર સાડી દુકાનમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં ફેલાતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જોકે આગને લીધી જાડો વાયર સળગતો સળગતો પાંચ માળ સુધી ગયો હતો જેથી ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રિંગ રોડના રઘુકુળ માર્કેટ પાસે આવેલી મિલેનિયમ માર્કેટ-2માં ગ્રાઉન્ડ ફ્લોર પર આજે સવારે સાડીની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોકે દુકાનના માળિયામાં સાડી સહિતના કપડાનો જથ્થો મુકેલો હતો તે પણ ઝપેટમાં આવતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા તે સમયે દુકાનમાંથી માલસામાન કરતી વખતે એક વ્યક્તિને હાથમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આગને લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.
આગ ભભૂકી ઉઠીને લીધે તે દુકાનના માલિક સહિતના વ્યક્તિઓ અને આજુબાજુની દુકાનવાળાઓ આગ બુઝાવવાનો પ્રયાસ કરતા હતા પણ આગ કાબુમાં નહીં આવતા આખરે ફાયર બ્રિગેડને જાણ કરતા માનદરવાજા, ડુંભાલ, નવસારી બજાર, ભેસ્તાન અને મજુરાગેટ ફાયર સ્ટેશનની 10 ફાયરની ગાડીઓ ધસી ગઈ હતી તે સમયે આગના લીધે ગ્રાઉન્ડ ફ્લોર પરનો જાડો વાયર સળગતો સળગતો પાંચ માળ સુધી પહોંચી ગયો હતો.
આગને લીધી ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા જો કે ફાયર ઓફિસર ક્રિષ્ના મોડ, દીનુભાઈ પટેલ અને બે ફાયર જવાનો પોતાનો જીવ જોખમમાં મુકી દુકાનની અંદર એલીવેશનનો ભાગ તોડી માર્કેટના ગેપમાં ગયા હતા અને ત્યાંથી પાણીનો છંટકાવ કરી સળગતા વાયરને ઓલવી નાખ્યો હતો.
ફાયરજોવાના સતત પાણીનો છંટકાવ કરતા બે કલાકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને આગ ફેલાવવા નહીં દેતા આજુ બાજુની દુકાનો બચી ગઇ હતી આગને લીધે સાડી સહિત કપડાનો જથ્થો, ફર્નિચર, વાયરીંગ સહિતની ચીજવસ્તુઓ બળી ગઈ હતી અને આ શોર્ટ સર્કિટથી લાગી હોવાની શક્યતા ફાયર સૂત્રોએ દર્શાવી હતી આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

