કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં રાજસ્થનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. અમિત શાહે જણાવ્યું કે વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો ભ્રમ ફેલાવે પરંતુ બીજેપી એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો હોય તો તેમની સાથે આવીને ચર્ચા કરી શકે છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ, મમતા દીદી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, કેજરીવાલ એન્ડ કંપની સીએએનો વિરોધ કરી રહી છે આ હું આ તમામ પક્ષોને ખુલ્લી ચેલેન્જ આપું છે કે તેઓ સાબિત કરે કે આ કાયદાથી લઘુમતીઓને નુકસાન પહોંચશે. તેમણે આગળ કહ્યું કે રાહુલ બાબાએ જો કાયદો વાંચ્યો હોય તો મારી સાથે ચર્ચા કરવા આવે અને જો વાંચ્યો ન હોય તો તમને ઇટાલીયન ભાષામાં અનુવાદ કરી મોકલવા તૈયાર છું. રેલીમાં અમિત શાહે લોકોને એક નબંર પણ આપ્યો અને કહ્યું તેના પર મિસકોલ આપી સીએએ માટે પોતાનું સમર્થન નોંધાવી શકો છો. અમિત શાહ દ્વારા આપવામાં આવેલો નંબર- 8866288662

