પાકિસ્તાન સ્થિત સુપ્રસિધ્ધ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાનો હુમલો, શિખોને ભગાડવાની ધમકી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાકિસ્તાનમાં શિખો સાથે ધર્માંતરણનાં મામલા અટકવાનો નામ નથી લેતા પરંતુ આ દરમિયાન શુક્રવારે ટોળાએ શિખોનાં જગવિખ્યાત યાત્રાધામ નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શકારોએ ગુરૂદ્વારાને ઘેરી લીધુ અને જોરદાર સુત્રોચ્ચારો કર્યા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. આ લોકોએ ધમકી આપી કે, અમે કોઇ પણ શિખને નાનકાના સાહિબમાં રહેવા નહીં દઇએ અને તેનું નામ બદલીને ગુલામ-એ-મુસ્તફા રાખી દઇશું. મળી રહેલા રિપોર્ટ્સ પ્રમાણે કેટલાક શીખ શ્રદ્ધાળુઓ અંદર ફસાયેલા છે. લગભગ 7 વાગ્યાના અરસામાં ગુરુદ્વારાને ટોળાઓએ ઘેરી લીધુ હતું અને તેને તોડવાની ધમકી આપી હતી.

પાકિસ્તાનનાં લગભગ એક ડઝનથી પણ વધુ પોલીસકર્મીઓ ગુરૂદ્વારા પહોચી ગયા છે. પરંતું નોંધવા જેવી બાબત એ છે કે, પોલીસકર્મીઓ ભીડ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહ્યા. કટ્ટરપંથીઓની આ ધમાલથી ગુરૂદ્વારામાં પ્રથમ વખત ગુરૂદ્વારા જન્મ સ્થાન નાનકાના સાહિબમાં ભજન-કિર્તનને રદ્દ કરવા પડ્યા છે.

આ પ્રદર્શનને એ મોહમ્મદ હસનનાં પરિવારે આયોજીત કર્યું. જેણે શિખ યુવતી જગજીત કૌરનું અપહરણ કરીને તેનું ધર્મ પરિવર્તન કર્યું અને બાદમાં તેની સાથે લગ્ન કરી લીધા. નાનાકાના સાહિબ ગુરૂદ્વારાનાં ગ્રંથીનો આરોપ છે કે, તેમની દિકરીનું કેટલાક લોકો દ્વારા બંદુકનાં નાળચે અપહરણ કરવામાં આવ્યું અને પછી બળજબરીપુર્વક તેનું ધર્મ પરીવર્તન કરાવીને તેની સાથે લગ્ન કરી લીધા.

આ દરમિયાન એક શખશે સુત્રોચ્ચાર કરતા કહ્યું કે, ‘પોતાની મરજીથી ઇસ્લામ કબુલવા અને લગ્ન કરવાનારી યુવતીઓને લઇને શિખ સમુદાયનાં લોકો જબરજસ્તીથી હોબાળો મચાવી રહ્યા છે.અને પોલીસ ફરીયાદ કરે છે.’

અત્રે ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે જગજીત કૌર નામની એક શિખ યુવતીનું અપહરણ કરીને તેનું બળજબરીપુર્વક ધર્મ પરીવર્તન કરાયું અને તેને ઇસ્લામ કબુલ કરાવીને એક મુસ્લીમ યુવાન સાથે જબરજસ્તીથી લગ્ન પણ કરાવી દીધા ત્યાર બાદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રિય સ્તરે ખુબ જ બદનામી થઇ, આ મામલાનાં કારણે દબાણ વધતા પાકિસ્તાનની પંજાબ સરકારે ઘટનાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરની કમીટીની રચના કરીને તપાસનો હુકમ આપ્યો હતો.