પાકિસ્તાનની આર્થિક હાલત બદથી બદતર થઈ, દૂધના વિચારી પણ ન શકાય તેટલા ભાવ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

આર્થિક તંગી સામે લડી રહેલ પાડોશી દેશ પાકિસ્તાની આર્થિક હાલત બદથી બદતર થઈ ગઈ છે. પાકિસ્તાનનું દેવું 10 વર્ષમાં જ 6 હજાર અબજ રૂપિયાથી વધીને 30 હજાર અબજ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 30 જૂન સુધી બેનામી સંપતિના ખુલાસાની ચેતવણી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો 30 જૂન સુધી ટેક્સ નહિં ચૂકવો તો સંપતિઓ ટાંચમાં લેવામાં આવશે.

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમે જણાવ્યું કે, પાકિસ્તાન ટેક્સથી વાર્ષિક 4,000 અબજ રૂપિયા એકત્ર થાય છે પરંતુ અડધી રકમ તો હપ્તા ભરવામાં નીકળી જાય છે. જેથી હવે દેશ ચલાવવાનો ખર્ચ નથી વધતો. પાકિસ્તાની અમીરોએ વધુ ટેક્સ ચૂકવવો પડશે પાકિસ્તાનના પીએમના સલાહકાર હાફિસ શેખે જણાવ્યું કે, પાકિસ્તાનનો સરેરાશ ટેક્સ દર 11-12 ટકા છે.

જે દુનિયામાં સૌથી ઓછા દરોમાં સામેલ છે. જો આપણે આના માટે અમુક લોકોને નારાજ કરવા પડો તો એના માટે તૈયાર છીએ. જેથી હવેથી પાકિસ્તાનના અમીર લોકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ વર્ષ માટે ટેક્સ પ્રાપ્તિનો લક્ષ્‍ય 5,550 અબજ રૂપિયા રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સ્થિતિ હાલમાં વેનેઝુએલા જેવી દેવાળીયા થવાને આરે છે. વેનેઝુએલામાં વર્તમાન સમયમાં ખરાબ આર્થિક સ્થિતિને પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકો પાસે ખાવાના પૈસા જ નથી. એપ્રિલમાં ત્યાં મોંઘવારી 13 લાખ ટકા સુધી પહોંચી ગઈ છે. હવે સ્થિતિ એવી આવી શકે કે, લોકોને જમવાનો સામાન લેવા પૈસા બોરીમાં લઈને જવું પડે. પાકિસ્તાને IMF પાસેથી 6,000 અબજ ડોલરની લોન લીધી છે. જેની શરતો હેઠળ પાકિસ્તાનને ટેક્સ મહેસૂલ વધારવા સહિત ઘણી શરતો માનવી પડી છે.