અયોધ્યા રામજન્મ ભૂમિ પરિસરમાં વર્ષ 2005માં થયેલા બ્લાસ્ટ મામલે પ્રયાગરાજની સ્પેશ્યલ કોર્ટે 4 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે અને એક આરોપીને નિર્દોશ છોડ્યો છે. પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાં 2 સંપ્રદાયો વચ્ચે શત્રુતા વધારવા અને સાંપ્રદાયિક સૌહાર્દ નષ્ટ કરવા તથા એક સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઇરાદો હતો. હુમલો કરનારા પાંચ આતંકીઓએ રામલલ્લા પરિસરની બેરીકેટિંગને વિસ્ફોટથી ઉડાવી હતી. પરિસરમાં તૈનાત સુરક્ષાદળોએ ઘટનાસ્થળે જ પાંચ આતંકીઓને મારી દીધાં હતા.
સમગ્ર ઘટનામાં 2 નાગરિકોના મોત થયાં હતા અને સાત લોકો ગંભીરપણે ઘાયલ થયાં હતા. છેલ્લી સુનવણી 11 જુને પૂર્ણ થયાં બાદ કોર્ટે નિર્ણય માટે 18 જુનની તારીખ નિર્ધારિત કરી હતી. પ્રોસિક્યૂશન અને બચાવ પક્ષની ચર્ચા અને તમામ પક્ષોની દલીલ 11 જુને પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઘટના 5 જુલાઇ 2005ના સવારે 9 વાગ્યાને 15 મીનીટની અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ પરિસરની છે. ઘટનાને પાંચ આતંકીઓએ અંજામ આપ્યો હતો જેનો ઇરાજો બાબરી મસ્જીદ ધ્વંસનો બદલો લેવા માટે રામલલ્લાના મંદિરને ધ્વંસ કરવાનો હતો.

