2005માં કેન્દ્રમા કોંગ્રેસની યુપીએ સરકારે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એટલે કે માહિતી અધિકારનો કાયદો લાવ્યો હતો આ કાયદા હેઠળ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ અનેક કૌભાંડો બહાર આવ્યા છે વિવિધ સરકારી કચેરીઓમાં આરટીઆઇ હેઠળ માહિતી માંગીને જાગૃત નાગરિકો ભ્રષ્ટાચારને ઉજાગર કરતા હોય છે પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આરટીઆઈના કાયદા નો ભંગ કરવામાં આવે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે શિક્ષણ ખાતુ હોય કે સરકારનો કોઇપણ વિભાગ હોય અરજદારોને માહિતી માટે ધક્કા ખવડાવવામાં આવે છે અથવા તો વિવિધ પ્રકારના કારણો અને બહાના બતાવીને માહિતી અપાતી નથી ઘણા કિસ્સાઓમાં અધૂરી અથવા ખોટી માહિતી આપવામાં આવે છે.
આવી અનેક બાબતોની ફરિયાદ સરકારમાં થઈ છે આથી સરકારે તેને ગંભીર ગણી છે આ બધી સમસ્યાઓ ધ્યાનમાં રાખીને અરજદારના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો નિર્ણય કર્યો છે જેથી સામાન્ય વહીવટી વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે માહિતી અધિકારીના જવાબથી નારાજ થયેલા અરજદારે જાહેર માહિતી અધિકારીથી ઉપરના અધિકારી સમક્ષ અપીલ કરવાની હોય છે અરજદારની અપીલ અંગે તેમણે નિર્ણય લેવાનો હોય છે સરકારમાં ધ્યાન પર આવ્યું છે કે આ અપીલ અધિકારી તેમના સમક્ષ રજુ થયેલી અપીલનો નિકાલ કરતી વખતે યોગ્ય તપાસ અને અભ્યાસ કર્યા વગર માગેલી માહિતી ન હોય તેવા અમુક વિષયોમાં પણ માહિતી પૂરી પાડવા નો આદેશ આપે છે.
આવા અપીલ અધિકારીઓ નિર્ણય લેતી વખતે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે જેથી અરજદારને આયોગ સમક્ષ અપીલ કરવાની ફરજ પડે છે આવી બીજી અપીલ સુનાવણી સમયે માહિતી અધિકારી દ્વારા જવાબ આપવામાં આવે છે કે અરજદારે માગેલી માહિતી પોતાના જાહેર સત્તા મંડળ હેઠળ આવતી નથી આથી પ્રથમ અપીલ અધિકારી એ નિર્ણય કરતી વખતે પોતાની ફરજો અને જવાબદારીઓમાં ગંભીરતા દાખવવી પડશે સરકારના પરિપત્રને ગુજરાતના તમામ સરકારી ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવાયો છે.