‘કાશ્મીરમાં કાંઇક મોટું થવાનું છે’: કાશ્મીરમાં સૈનિકો તૈનાત કરાતા અલગતાવાદીઓનાં શ્વાસ રૂંધાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્ર સરકારે કાશ્મીરમાં સૈનિકોનો ખડકલો કરતા અલગતાવાદીઓની ચિંતામાં વધારો થયે છે. પૂર્વ આઈએએસ અધિકારી અને જમ્મુ-કશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફેસલે જમ્મુ કશ્મીરમાં સુરક્ષાબળની ફોર્સ વધારવા અંગે ચિંતા વ્યક્ત કરી. શાહ ફૈસલે ગૃહમંત્રાલયના કાશ્મીર ખીણમાં વધારે સૈન્ય ઉતારવાના નિર્ણય પર સવાલો કર્યા છે. ફૈસલે કહ્યું કે આ અંગે અફવા ઉડી રહી છે કે કાશ્મીર ખીણાં કંઇક ભયાનક થવાનું છે.

શાહ ફૈસલે ટ્વીટ કરી કહ્યું કે ખીણમાં અચાનક સુરક્ષાબળોની 100 વધારાની કંપનીઓ ઉતારવામાં આવી છે. આ બાબતની જાણકારી કોઈને નથી. તેમણે એમ પણ કહ્યું કે આ સમગ્ર બાબત પરથી લાગી રહ્યું છે કે કંઇક મોટી ઘટના બને તેવી શક્યતા છે. શું આ અનુચ્છેદ 35-A બાબતે છે ? ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયએ એક નિવેદન બહાર પાડ્યું હતું જે મુજબ ખીણમાં સીઆરપીએફની 50 ટુકડી, બીએસએફની 10, એસએસબીની 30, આઈટીબીપીની 10 કંપનીઓ ઉતારવામાં આવશે.

આંતકવાદી 15 ઓગસ્ટ અથવા તેની આસપાસ આતંકી ગતિવિધિઓને અંજામ આપવાના પ્રયાસમાં છે. અનેક વખત આતંકિઓને ખીણના રસ્તે દેશના વિભિન્ન હિસ્સાઓમાં આતંકી હુમાલને અંજામ આપવાનો પ્લાન તૈયાર કર્યો જેને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. ઘાટીમાં આતંકી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદી સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. આથી જ તેઓએ કાશ્મીરમાં વધારે માત્રામાં સુરક્ષા જવાનોનો ખડકલો કરી દીધો છે.

પાકિસ્તાન તરફથી સીઝફાયરનું સતત ઉલ્લંઘન થવાથી આતંકિઓ કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન તરફથી અનેક વખત સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાને ત્રણ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

23 જુલાઈએ બપોરે અંદાજે 12:20 વાગે પાકિસ્તાની સેનાએ એલઓસી પાસે નાના હથિયારોથી ગોળીબાર કર્યા હતા જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો. પાકિસ્તાન તરફથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થતા અને આગામી દિવસોમાં તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખતા સરકાર વધુ જોખમ ના લેતા કાશ્મીરની ઘાટીઓની સુરક્ષામાં વધારો કર્યો છે.