ડિસેમ્બર સુધી અમિત શાહ જ સંભાળશે BJP અધ્યક્ષ પદની કમાન

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ઘણી મહત્વપૂર્ણ હોવાના કારણે પાર્ટી કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માગતી નથી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પાર્ટીના નવા અધ્યક્ષને લઇને અટકળો તેજ બની ગઇ હતી. જો કે ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી 50 ટકા રાજ્યના સંગઠનની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ સંભાવના છે.

જો કે આવામાં પાર્ટી માટે એક કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવે. જો કે ત્યારબાદ ત્રણ રાજ્યની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને અમિત શાહને જ અધ્યક્ષ પદે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમિત શાહ ગૃહમંત્રી બનતા ભાજપના અધ્યક્ષ પદને લઈને અનેક ચર્ચા વહેતી થઈ હતી ત્યારે ગુરુવારે આ મામલે ભાજપના સિનિયર નેતાઓની બેઠક મળી હતી.

જેમાં ડિસેમ્બર મહિનાના અંતમાં ભાજપ અધ્યક્ષની ચૂંટણી થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ચૂંટણી સુધી અમિત શાહ ભાજપના અધ્યક્ષ રહી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બેઠકમાં ડિસેમ્બરમાં અધ્યક્ષની ચૂંટણી કરવાનું નક્કી થયું છે. ડિસેમ્બર સુધી ભાજપના અધ્યક્ષ અમિત શાહ જ રહેશે.

હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણી અમિત શાહના નેતૃત્વમાં જ લડાશે. જમ્મૂ કશ્મીરની ચૂંટણી પણ અમિત શાહના નેતૃત્વમાં લડાશે. અમિત શાહ બાદ અધ્યક્ષ પદ માટે જેપી નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવના નામની ચર્ચા ચાલી રહી છે. આમ ડિસેમ્બરમાં જ ખબર પડશે કે ભાજપના અધ્યક્ષ કોણ બનશે.