કેરળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 12 અને 13 જૂને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવમાન વિભાગના કહેવા પ્રમાણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આ લો પ્રેશર ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 11મી જૂનથી વાતાવરણમાં પલટો આવશે.
તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જૂનથી વાતાવરણમાં પલટો થશે. 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ધમાં લો પ્રેશર આકાર પામી રહ્યું છે. ધીરે ધીરે લો પ્રેશર ઉત્તર-પૂર્વ દિશામાં મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગામી સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

